અનેક સ્થળે જળભરાવનાં કારણે ટ્રાફિક જામની સ્થિતિ : લોકો બેહાલ
નવી
દિલ્હી, તા. 24 : દિલ્હી એનસીઆરમાં અમુક કલાકના ભારે વરસાદથી સ્થિતિ વણસી હતી. જગ્યાએ
જગ્યાએ જળભરાવ અને લાંબા ટ્રાફિક જામે લોકોને બેહાલ કર્યા હતા. ખરાબ હવામાનની અસર દિલ્હી
એરપોર્ટથી ફલાઇટને પણ પડી હતી. ભારે વરસાદના કારણે બે ઇન્ટરનેશનલ ફલાઇટ સહિત કુલ
14ને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી 12ને દિલ્હીથી જયપુર એરપોર્ટે ડાયવર્ટ કરવામાં
આવી હતી.
દિલ્હી
એનસીઆરમાં સોમવારના સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે ઘણા વિસ્તારમાં
વરસાદ માટેનું રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ ઉપરાંત ધૂળ આંધીના તોફાન, વીજળીની
ગાજવીજ અને ભારે પવન ફુંકાવા માટે પણ ચેતવણી આપી હતી. તેવામાં ફલાઇટને અસર પડી હતી
અને કુલ 14 ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત એર લાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી જાહેર
કરી હતી.
ભારે
વરસાદનાં કારણે દિલ્હીના ઘણા વિસ્તારમાં જળભરાવ થયો હતો અને જામની સ્થિતિ બની હતી.
સંગમ વિહાર, વાયુસેનાબાદ વગેરે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં અને ટ્રાફિક જામને કારણે
લોકો બેહાલ બન્યા હતા.