• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

હોર્મુઝમાં ટોલ વસૂલશે ઈરાન

ઈરાની સંસદે સત્તાવાર આપી મંજૂરી: ટોલના બદલામાં સુરક્ષા, સમુદ્રી સેવાઓ અપાશે

નવી દિલ્હી, તા.24 : વિશ્વ માટે મહત્ત્વના એવા હોર્મુઝ માર્ગ પર અમેરિકાના કબજાના દાવા વચ્ચે ઈરાની સંસદે હોર્મુઝમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ ટેકસ લેવાને મંજૂરી આપી હતી. ઈરાનની સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે જે દેશના જહાજને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી હશે તેમની પાસેથી સમુદ્રી સેવાઓ બદલ ટોલ વસૂલવામાં આવશે.

ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કાશકબીએ જણાવ્યું હતું કે ટોલના બદલમાં સમુદ્રી સેવાઓ, સુરક્ષા અને વીમા જેવી સુવિધાઓ આપવામાં આવશે.

આ ઉપરાંત પર્યાવરણ સંબંધી સેવાઓ અને ખાસ પરિસ્થિતિઓમાં ઈંધણ પણ આપવામાં આવશે. ટોલની ચૂકવણી ઈરાની રિયાલ અથવા ઈરાનની પસંદના કોઈ બીજા ચલણમાં કરી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું.

દરમ્યાન, અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું હતું કે ટ્રમ્પ તંત્ર હવે ઈરાનની વિરુદ્ધ આર્થિક યુદ્ધના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક