રેઇડનો ખાર રાખી આરઆરસેલના પોલીસ
કર્મી અને સાથીદારોએ યુવકનું અપહરણ કરી માર માર્યો; અગ્રણીઓ મારફતે હોસ્પિટલ પહોંચાડી
ખકઈ નોંધાવાઈ
સુરેન્દ્રનગર, તા.3: ચુડા તાલુકાના
વેજળકા ગામે ગત તા.24 ઓગસ્ટે લીંબડી ડીવાયએસપી સ્ક્વોર્ડે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી
જથ્થો ઝડપી પાડયો હતો, જેના ચોથા દિવસે તા.28 ઓગસ્ટે આરઆરસેલના પોલીસ કર્મી હિતેશ જોગરાણા
અને બે અજાણ્યા શખસોએ દરોડો પડાવ્યાની આશંકાએ વેજળકાના યુવક જયેશ રાવલ પર હુમલો કર્યો
હતો. યુવકનો મોબાઈલ છીનવી તેને કારમાં અપહરણ કરી છત્રીયાળા નજીક અવાવરું જગ્યાએ લઈ
જવામાં આવ્યો હતો, જ્યાં કારના બોનેટ પર ઊંધો સુવડાવી બે શખસે હાથ પકડી રાખ્યા હતા
અને પોલીસ કર્મીએ તેને બેભાન થઈ જાય ત્યાં સુધી ઢોર માર માર્યો હતો. રાત્રે 10 વાગ્યે
યુવકને ગામના બસ સ્ટેન્ડ પાસે ફેંકી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તા.1 સપ્ટેમ્બરે
ઈજાગ્રસ્ત યુવકે સમગ્ર બનાવ અંગે સ્થાનિક નેતાઓને જાણ કરતા તેમને સારવાર માટે જોબાળા
ઙઇંઈ, ચુડા ઈઇંઈ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
આ સમગ્ર ઘટનાક્રમમાં પીડિત જયેશ રાવલ, દારૂની ભઠ્ઠી ચલાવનાર રામસંગ સીતાપરા (પગી),
આરોપી પોલીસ કર્મી હિતેશ જોગરાણા, ચુડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તનકાસિંહ રાણા
અને ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ રાઠોડના નામો સામે આવ્યા છે, જે સંદર્ભે પીડિતે લીંબડી
હોસ્પિટલમાં ખકઈ નોંધાવી દોષિત પોલીસ કર્મી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.