• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

સુરતની ડિંડોલી વોર્ડ ઓફિસમાં ભાણેજે સગા મામા પર ત્રિકમ વડે કર્યો હુમલો

સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વચ્ચેની મારામારીમાં સીસીટીવી બંધ હોવાની બેદરકારી આવી સામે

સુરત, તા.3 : સુરતના લિંબાયત ઝોનની ડિંડોલી વોર્ડ ઓફિસ નં-2માં આજે સવારે સફાઈ કામ પૂરું કરી સાધનો જમા કરાવવા આવેલા સગા મામા દીપક સાલુંકે અને ભાણેજ જગદીશ દેવરે વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતા પ્રેમસંબંધના પારિવારિક વિવાદને લઈને ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા ભાણેજ જગદીશે આવેશમાં આવી વોર્ડ ઓફિસમાં જ પોતાના હાથમાં રહેલા તીક્ષ્ણ

ત્રિકમ વડે મામા દીપક પર જીવલેણ હુમલો કરી દીધાના બનાવમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા દીપકભાઈને સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હુમલો કરનાર આરોપી ભાણેજ જગદીશ દેવરેની અટકાયત કરી કાયદેસરનો ગુનો નોંધ્યો છે અને સરકારી વોર્ડ ઓફિસમાં એક પણ સીસીટીવી કેમેરો કાર્યરત ન હોવાની મનપા તંત્રની મોટી બેદરકારી પણ આ ઘટના દરમિયાન સામે આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક