પાર્સલની આડમાં લાકડાનાં બોક્સમાં સંતાડેલો દારૂ મળ્યો; જૂનાગઢના બે શખસની અટકાયત, ટ્રક સહિત મુદ્દામાલ જપ્ત
ગોંડલ,
તા. 27 : ગોંડલ તાલુકાનાં ભરૂડી ગામનાં પાટિયા પાસે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ નેશનલ હાઇ
વે પર વોચ ગોઠવી ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી પાર્સલની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો
ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ અને પાર્સલ સહિત કુલ 23,14,737નો મુદ્દામાલ
કબજે કરી બે શખસની અટકાયત કરી હતી.
પોલીસે
જૂનાગઢના સાબલપુર ગામે જુમાશા પીરની દરગાહ પાસે રહેતા દિલાવરભાઈ ઉર્ફે નુરો મહમદભાઈ
ચોપડા (ઉં.વ. 46) અને દોલતપરા માર્કેટ યાર્ડ પાસે ઈગલ સિમેન્ટ પાઇપમાં રહેતા ઈરફાનભાઈ
કાસમભાઈ નારેજા (ઉં.વ. 36)ની અટકાયત કરી હતી.
રાજકોટ
ગ્રામ્ય એલસીબીની ટીમ ગોંડલ વિસ્તારમાં દારૂબંધી અંગે પેટ્રાલિંગમાં હતી ત્યારે મળેલી
બાતમીના આધારે ભરૂડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ-જેતપુર
હાઇ વે પરથી પસાર થતા ટ્રકને રોકી તપાસ કરતાં વિવિધ પાર્સલ વચ્ચે લાકડાનાં બોક્સમાં
સંતાડેલી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે
912 બોટલની કિંમત 91,200, ટ્રકની કિંમત 5 લાખ, બે મોબાઇલની કિંમત 10 હજાર અને 437 પાર્સલની
કિંમત 17,13,537 મળી કુલ 23,14,737નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ગોંડલ તાલુકા
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીની
ટીમે આ કાર્યવાહી કરી હતી.