હાઈ જમ્પ, લોંગ જમ્પમાં એક - એક અને સ્ક્વોશ બે સિલ્વર : કુલ મેડલ આંક 37
નવી
દિલ્હી, તા.27 : એશિયન ગેમ્સમાં રવિવારે ભારતના રમતવીરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખતા
4 સિલ્વર સહિત કુલ 7 મેડલ પોતાનાં નામે કર્યાં છે. આ સાથે જ વર્તમાન એશિયન ગેમ્સમાં
ભારતનો કુલ મેડલ આંક 37 પર પહોંચી ગયો છે. જેમાં 4 ગોલ્ડ, 16 સિલ્વર અને 17 બ્રોન્ઝ
મેડલનો સમાવેશ થાય છે.
મેન્સ
હાઈ જમ્પમાં ભારતના સર્વેશ કુશારેએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો છે. 2.28 મીટરની ઊંચાઈ
પર તેના ત્રણેય પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા, પરંતુ કાઉન્ટબેકના આધારે તેને સિલ્વર એનાયત
કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચાઈનીઝ તાઈપેઈના ફૂ ચાઓ-શુઆને જીત્યો હતો.
આ ઉપરાંત
એન્સી સોજને મહિલા લોંગ જમ્પમાં 6.53 મીટરનો કૂદકો લગાવીને સિલ્વર મેડલ અને ડેકાથલોનમાં
તેજસ્વીન શંકરે 7934 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. મહિલા 200 મીટર પ્રિન્ટમાં
હરિતા ભદ્રાએ 23.20 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
બીજી
તરફ ટ્રેક એન્ડ ફિલ્ડમાં મહિલા 3000 મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટમાં પારુલ ચૌધરીએ 9:08.67
સેકન્ડના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ટાઇમિંગ સાથે
તેણે પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડયો છે. વિનફ્રેડ યાવીએ 9:04.36ના નવા ગેમ્સ રેકોર્ડ
સાથે ગોલ્ડ અને કઝાકિસ્તાનની નોરાહ તનુઈએ સિલ્વર જીત્યો હતો.
સ્ક્વોશ
કોર્ટ પર અભય સિંહ અને અનાહત સિંહે શાનદાર રમત દાખવતાં સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યાં
છે. બોક્સિંગ રિંગમાં અંકુશ પંઘાલ અને પરવીન હુડ્ડાએ પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ
જીતીને ભારત માટે વધુ 2 મેડલ પાક્કા કરી લીધા છે. મેન્સ 80 કિગ્રા કેટેગરીમાં અંકુશે
તાજિકિસ્તાનના નેક્રુઝ સલીમોવને અને મહિલા 65 કિગ્રા કેટેગરીમાં પરવીને ઉઝબેકિસ્તાનની
નવબહોર ખામિદોવાને એકતરફી મુકાબલામાં 5-0 થી પરાજય આપ્યો હતો.
24
કલાકમાં 3 મેચ: સિંધુએ એશિયન ગેમ્સની અવ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા
ખેલાડીઓને
શારીરિક થાકમાંથી રિકવર થવા બિલકુલ સમય ન મળ્યો
નવી
દિલ્હી, તા.27 : ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુએ
રવિવારે એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મળેલી હાર બાદ આયોજકો રોષ ઠાલવ્યો
હતો. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં ત્રણ સિંગલ્સ મેચ રમવા મજબૂર થયા બાદ સિંધુએ સ્પષ્ટ
શબ્દોમાં કહ્યું કે એશિયન ગેમ્સનું શિડયુલ યોગ્ય રીતે ગોઠવાયેલું નહોતું અને ખેલાડીઓને
શારીરિક થાકમાંથી રિકવર થવા બિલકુલ સમય આપવામાં આવ્યો નહોતો. સિંધુએ શનિવારે બપોરે
પોતાના બીજા રાઉન્ડની મેચ રમી હતી. ત્યારબાદ તેનો ત્રીજા રાઉન્ડનો મુકાબલો શનિવારે
મધ્યરાત્રિ પછી એટલે રવિવારે રાત્રે આશરે 1 વાગ્યે પૂરો થયો હતો. પૂરતી ઊંઘ અને આરામ
વિના, શારીરિક રીતે થાકેલી સિંધુએ રવિવારે બપોરે 1:30 વાગ્યે ચીનની ચેન યુફેઈ સામે
ક્વાર્ટર ફાઇનલમાં કોર્ટ પર ઉતરવું પડયું હતું, જેમાં અંતે તેને પરાજયનો સામનો કરવો
પડયો હતો. જિમ્નેશિયમ હોલમાં ટેક્નોલોજીના અભાવે પણ સિંધુની મુશ્કેલીઓમાં વધારો કર્યો
હતો. ચીની ખેલાડી સામેની ક્વાર્ટર ફાઇનલ જેવી મહત્ત્વપૂર્ણ મેચમાં અમુક લાઇન કોલ અત્યંત
ક્લોઝ હતા પરંતુ હોક-આઇ સુવિધા ન હોવાને કારણે તે અમ્પાયરના નિર્ણયને પડકારી શકી નહોતી.
ભારતના
બે ખેલાડી મેન્સ લોંગ જમ્પની ફાઇનલમાં
સ્ટાર
લોંગ જમ્પર મુરાલી શ્રીશંકર અને ડેવિડ સોલોમને એથ્લેટિક્સની મેન્સ લોંગ જમ્પ ઇવેન્ટની
ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. સોમવારે રમાનારી ફાઇનલમાં બન્ને ખેલાડીઓ મેડલ માટે
પ્રબળ દાવેદારી નોંધાવશે.
મહિલા ટ્રેક ટીમ 4ડ્ઢ100ળ રિલેની ફાઇનલમાં
ભારતીય
મહિલા ટ્રેક ટીમે 4ડ્ઢ100 મીટર રિલેની બીજી હીટમાંથી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
એન્કર લેગમાં અભિનયા રાજરાજને ફિનાશિંગ લાઇન નજીક શાનદાર પ્રિન્ટ લગાવીને જાપાનને પાછળ
છોડી દીધું હતું. ભારતીય ટીમે 43.65 સેકન્ડના ટાઇમિંગ સાથે આ સીઝનનું પોતાનું સર્વશ્રેષ્ઠ
પ્રદર્શન નોંધાવ્યું છે.
વુમન્સ
હોકીમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી
ભારતીય
મહિલા હોકી ટીમનું વિજયી અભિયાન યથાવત્ છે. ગ્રુપ સ્ટેજના પોતાના અંતિમ મુકાબલામાં
ભારતે સિંગાપોરની ટીમને 7-0થી કચડીને જીત હાંસલ કરી છે. આ શાનદાર વિજય સાથે જ ભારતીય
ટીમે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. હવે આગામી 30 સપ્ટેમ્બરના
રોજ સેમિફાઇનલ મેચમાં ભારતનો રોમાંચક મુકાબલો સાઉથ કોરિયાની ટીમ સામે થશે.