• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ કગઋ ટ્રેનને લીલીઝંડી

કેન્દ્રીય મંત્રી અમિત શાહે રૂ. 1,542 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ

અમારા પ્રતિનિધિ તરફથી, અમદાવાદ,તા.27 ઃ  ભારતીય રેલવે દ્વારા સલામતી, કાર્યક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી રેલવે સ્ટેશનથી રૂ. 1,542 કરોડથી વધુના વિવિધ અત્યંત મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું અને દેશની પ્રથમ એલએનજી-સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. તેમણે રેલવે લોકોમોટિવ એન્જિનોની જાળવણી માટે સ્થાપિત થઈ રહેલા ડબલ્યુએજી-12 મેન્ટેનન્સ શેડનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

            દેશમાં રેલવે ક્ષેત્રે સ્થાપિત થઈ રહેલા આત્મનિર્ભરતાના નવા આયામો અને શક્તિશાળી લોકોમોટિવ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક એવું એન્જિન જે 12,000 હોર્સપાવરની ટ્વિન સેક્શન ક્ષમતા સાથે, લગભગ 600 ટ્રક જેટલો માલસામાન આ એકલું એન્જિન ખેંચી જશે. પહેલાં બે લોકોમોટિવ લગાવવા પડતા હતા, હવે એક જ ડબલ્યુએજી 12 આ કામ કરી શકે છે. તે દેશને રેલવેના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાને પહોંચાડશે.

            તેમણે કહ્યું કે રેલવે લોકોમોટિવ એન્જિનોની જાળવણી માટે અહીં રૂ. 700 કરોડના ખર્ચે ડબલ્યુએજી-12 મેન્ટેનન્સ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરક્ષા વધારવા માટે સાબરમતી-કલોલ-સાબરમતી રેલ વિભાગ પર રૂ. 48 કરોડના ખર્ચે ’કવચ’ ટ્રેન સુરક્ષા પ્રણાલી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ-પાલનપુર અને અમદાવાદ-સામખીયાળી રેલ વિભાગો પર ‘કવચ’ લાગુ કરવા તેમજ સાબરમતી-સરખેજ રેલવે લાઇનના બેવડીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ ક્લીન અને ગ્રીન એનર્જી તરફ આ પહેલ એક મોટું કદમ સાબિત થશે, જે ઈંધણ ખર્ચ ઘટાડવાની સાથે કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવામાં મદદરૂપ બનશે. સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી’ બંનેને સાથે લઈને ચાલી રહી છે. રેલવેમાં 99% ઇલેક્ટ્રિફિકેશન, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને હાઇડ્રોજન ટ્રેન જેવી પહેલો રેલવેને આધુનિક અને પર્યાવરણ-અનુકૂળ બનાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક