પટણામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, ઉલ્લંઘન થશે તો કોર્ટ ચૂપ બેસશે નહીં
નવી
દિલ્હી, તા. 26 : મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) સૂર્યકાંતે બિહારની રાજધાની પટણામાં કહ્યું
કે, ન્યાયતંત્ર વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના મૂળભૂત અધિકારનું રક્ષણ
કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપી કે, જો આ અધિકારનું
ઉલ્લંઘન થશે તો અદાલતો આંખ આડા કાન કરશે નહીં. તમને જણાવી દઈએ કે, સીજેઆઇ સૂર્યકાંતએ
પટણામાં ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન આ વાત
કહી હતી. તેમણે અહીં કોઈ ઔપચારિક ભાષણ આપ્યું ન હતું. અહીં તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધા
પ્રશ્ન-જવાબ સત્રમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.
સીએનએલયુના
એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો સામે પોલીસ કાર્યવાહી વિશે
પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન દિલ્હીના જંતરમંતર ખાતે નીટ પ્રશ્નપત્ર લીક સામેના વિરોધ
પ્રદર્શનના સંદર્ભમાં હતો, જેનું નેતૃત્વ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા કરવામાં
આવ્યું હતું.
સીજેઆઇએ
પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને કહ્યું કે, પોલીસ દ્વારા કથિત ક્રૂર દમનના કેસોમાં અદાલતો
આંખ આડા કાન કરશે નહીં અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાના વિદ્યાર્થીઓના અધિકારનું રક્ષણ
કરવા માટે ન્યાયતંત્રની પ્રતિબદ્ધતાનો સ્પષ્ટપણે પુનરોચ્ચાર કર્યો હતો.