174 સંશોધનો સંસદમાં રજૂ કરવા પડશે : 15 માપદંડની થશે ચકાસણી
નવી
દિલ્હી, તા. 26 : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)એ
પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. આઇએમએફએ પાકિસ્તાન સામે અમુક એવી શરતો રાખી છે
જેને પૂરી કર્યા વિના એક પૈસો મળશે નહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઇએમએફ સાથે
એક આકરી વાતચીતના દોર માટે પાકિસ્તાન તૈયાર થઈ રહ્યું છે.
આઇએમએફના
કહેવા પ્રમાણે પાકિસ્તાની સરકારને 7 અબજ ડોલરની લોન મેળવવા માટે સંસદ સામે 174 વિધાયી
સંશોધન રજૂ કરવા પડશે અને તેને લાગુ કરાવવાની કોશિશ કરવી પડશે. પ્રસ્તાવિત કાનૂની બદલાવમાં
ટેક્સેશન, એનર્જી સેક્ટર, ખાનગીકરણ અને સોવરેન વેલ્થ ફંડ સહિતના અન્ય સેક્ટર સામેલ
છે. આ ચર્ચા દરમિયાન આઇએમએફ પાકિસ્તાનના સુધારા અને વિકાસની તપાસ કરી શકે છે. જેમાં
15 સંરચનાત્મક માપદંડ, સાથે રાજકોષીય બદલાવ, ફાયનાન્સ અને અન્ય ઉપાય સામેલ છે.
વિધાયી
પ્રક્રિયાનાં માપદંડ રાષ્ટ્રીય સભાની એક સમિતિ સામે રાખવામાં આવ્યા છે. જે અંગે પાકિસ્તાની
નાણાં સચિવ ઈમ્દાદુલ્લાહ બોસલે કહ્યું હતું કે, આઇએમએફની શરતો સંબંધિત 174 સંસશોધન
સંસદ સામે રજૂ કરવા પડશે. જો કે નાણાં સચિવે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તાવિત સંશોધન
ઉપર નિર્ણય લેવાનો અધિકાર સંસદ પાસે જ રહેશે. આ બદલાવ પાકિસ્તાની આર્થિક માળખાના ઘણા
સેક્ટરને દાયરામાં લઈ શકે છે.