• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

દિલ્હી પોલીસની મંજૂરી વિના કોકરોચ આંદોલન માટે અડગ

નવી દિલ્હી, તા.9: મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી સાથે આવતીકાલે રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં વિરોધ પ્રદર્શન પહેલા શહેરનાં મેટ્રો સહિતનાં જાહેર પરિવહનનાં સાધનો બંધ કરી, રાજધાનીને છાવણીમાં બદલી નાખવાનાં સરકારનાં પગલાં મુદ્દે સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મંજૂરી વગર કરવામાં આવતું પ્રદર્શન કાયદા અનુસાર નથી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસ દ્વારા સીજેપીનાં આવતીકાલનાં પ્રદર્શન માટે મંજૂરી આપવામાં નથી આવી. તેમ છતાં સીજેપી પોતાનાં આ વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમ ઉપર અડગ છે. સીજેપીનાં સંસ્થાપક અભિજીત દીપકેએ કહ્યું હતું કે, જંતર-મંતરે આંદોલન તો થઈને જ રહેશે. તેનાં માટે મંજૂરીનું શું જરૂર?

દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે પ્રદર્શન માટે મંજૂરી માગતાં સીજેપીનાં આવેદન વિશે કહ્યું હતું કે, તેમને મંજૂરી માગતો પત્ર તા.7મીએ મળ્યો હતો. એટલે કે પ્રદર્શનનાં આયોજન અને મંજૂરીની માગણી વચ્ચે ખુબ જ ઓછો સમય હતો. પોલીસને કમસેકમ 10 દિવસ પૂર્વે આવો અનુમતી માગતો પત્ર મળવો જોઈએ. દિલ્હી પોલીસનાં મંજૂરીનાં ઈન્કાર પછી પણ અભિજીત દીપકેએ પ્રદર્શન માટે અડગ રહીને કહ્યું હતું કે, આંદોલન તો થઈને જ રહેશે.

સુરક્ષાનો હવાલો આપીને દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ કરી નાખવાનાં રેલવેનાં નિર્ણય મુદ્દે વિવાદ ઉભો થઈ ગયો છે. કોકરોચ સમર્થકોનો દાવો છે કે, લોકો આંદોલનમાં ન પહોંચે અને પ્રદર્શન નિષ્ફળ દેખાય એટલા માટે સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. અભિજીત દીપકેએ એક વિડીયો જારી કરીને આ મુદ્દે સરકાર ઉપર નિશાન તાક્યું હતું અને કટાક્ષ કરતાં દીપકે, સૌરભ દાવસ અને આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, સરકારે જ દિલ્હીમાં આવા નિયંત્રણો નાખીને આંદોલન માટે માહોલ બનાવી દીધો છે. આ ત્રણેય યુવા આગેવાનોએ વડાપ્રધાન મોદીને બ્લડપ્રેશર ચેક કરાવતા રહેવાનું કહીને વ્યંગ પણ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક