ઇ સરકારે વેરો હટાવ્યો; ડીઝલ પર પ્રતિલિટર ત્રણ રૂપિયા વધાર્યો
નવી દિલ્હી, તા. 31 ઃ કેન્દ્ર સરકારે વિદેશમાં પેટ્રોલ વેચવા
પર વેરાના નિયમમાં બદલાવ કર્યો છે. હવેથી પેટ્રોલની નિકાસ પર કોઇ વેરો નહીં લાગે. અત્યાર
સુધી પ્રતિલિટર 2.50 રૂપિયા વેરો લાગતો
હતો.
બીજીતરફ ડીઝલ પર નિકાસ ડÎૂટી ત્રણ રૂપિયા અને
હવાઇ ઇંધણ પર 50 પૈસા વધારી દેવાઇ
છે. હવે કંપનીઓને વિદેશોમાં ડીઝલ વેચવા પર 11.50 રૂપિયા અને જેટ ઇંધણ
પર 11 રૂપિયા વેરો ભરવો
પડશે.
મધ્ય-પૂર્વમાં તાણ વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કોઇ અછત ન થાય તેવા હેતુ સાથે
સરકારે આ પગલું ભર્યું છે.
સરકાર ઇચ્છે છે કે, કંપનીઓ વિદેશની બજારોમાં
તેલ વેચતા પહેલાં ભારતમાં લોકોની જરૂરિયાતો પૂરી કરે.
નિકાસ પર વેરામાં બદલાવથી સામાન્ય જનતા પર કોઇ અસર નહીં પડે અને દેશમાં તેલનો પુરવઠો
જળવાઇ રહેશે. સરકાર દર 15 દિવસે આંતરરાષ્ટ્રીય
કિંમતો મુજબ આ વેરા નક્કી કરતી હોય છે.
વિદેશોમાં વધુ નફો જોઇ ભારતીય ઓઇલ કંપનીઓ દેશનાં સ્થાને વિદેશમાં તેલ વેચવા લાગી
હતી, જે રોકવા સરકારે માર્ચમાં
નિકાસ પર વેરા લગાવ્યા હતા.