• રવિવાર, 01 નવેમ્બર, 2026

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો દ્વારકા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ

 - ઉપલેટા પંથકમા ખેતરોમાં લણીને રાખેલી મગફળી, સોયાબીન અને કપાસનો પાક સંપૂર્ણપણે પલળી ગયા

વડોદરા તા.31 ઃ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઁ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કુલ રૂ.426.70 કરોડના 25 વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વડાપ્રધાનના હસ્તે રૂ.118.90 કરોડના ખર્ચે વિવિધ 6 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં રૂ. 59.30 કરોડના ખર્ચે ગોરા-ભદ્રા રોડનું નિર્માણ, રૂ. 36.60 કરોડના ખર્ચે સ્માર્ટ ઝીરો વેસ્ટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, રૂ. 7.70 કરોડના ખર્ચે ખલવાની બ્રિજનો વિકાસ, રૂ. 5.20 કરોડના ખર્ચે ખલવાની ઇકો ટુરિઝમનો વિકાસ તથા રૂ. 4.30 કરોડના ખર્ચે નર્મદાના પાણીથી વિવિધ તળાવો ભરવાના કાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ.5.80 કરોડના ખર્ચે વિવિધ માળખાગત સુવિધાઓનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડનનો સંકલિત વિકાસ, રેઇન ફોરેસ્ટ નજીક વાઘડિયા રોડનું પહોળાઈકરણ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સુવિધાનો સમાવેશ થાય છે.

વડાપ્રધાને રૂ.307.80 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલા કુલ 19 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યુ હતું જેમાં રૂ.50 કરોડના ખર્ચે આઈઆરસીટીસી હોટલ,રૂ. 45.50 કરોડના ખર્ચે 6 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રૂ.21.40 કરોડના ખર્ચે 10.5 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જળ શુદ્ધિકરણ પ્લાન્ટ)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રૂ.28.20 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર્સની સુવિધાનો વિસ્તાર, રૂ.27.90 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફસાડ લાઇટિંગ, રૂ.23.80 કરોડના ખર્ચે પરેડ ટ્રેક અને તેને સંલગ્ન વિકાસકાર્યો તેમજરૂ.23 કરોડના ખર્ચે 24 મીટર પહોળા કોલોની રોડ સહિતના વિવિધ પ્રોજ્કેટનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય સચિવ એમ કે દાસ, સરદાર સરોવર નિગમના ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક