• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

T-20માં 200 વિકેટ લેનારો વિશ્વનો સર્વપ્રથમ બોલર બન્યો રાશિદ ખાન

શારજાહ, તા.30 : અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી ઇતિહાસ રચી દીધો છે. આ મુકામ હાંસલ કરનારો તે વિશ્વનો એકમાત્ર બોલર બન્યો છે. શારજાહ ખાતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20 મેચમાં તાદિવાનાશે મરુમાનીને આઉટ કરીને રાશિદે પોતાની કારકિર્દીની 120મી મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. આ મુકાબલો અફઘાનિસ્તાને 19 રને જીતી 3 મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ટી20માં માત્ર 53 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપવાનો રેકોર્ડ ધરાવતો રાશિદ આ ફોર્મેટમાં એલબીડબલ્યૂ દ્વારા સૌથી વધુ 52 વિકેટ લેનારો બોલર પણ છે. આ ઉપરાંત, ટેસ્ટમાં 20 વર્ષ 350 દિવસે અને વન-ડેમાં 19 વર્ષ 165 દિવસની વયે ટીમનું નેતૃત્વ સંભાળી તે વિશ્વનો સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ પણ પોતાનાં નામે ધરાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક