બાઇનેન્સમાં પૈસા ઉપાડવા-જમા કરવા પર રોક : ઇતિહાસનું સૌથી મોટું હેકિંગ
નવી
દિલ્હી તા. 30 : દુનિયાનું સૌથી મોટું ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બાઇનેન્સ હેક થઇ ગયું
છે. આને ઇતિહાસનું સૌથી મોટું હેકિંગ માનવામાં આવે છે. કંપનીએ ક્રિપ્ટો ચલણને જમા કરવા
કે ઉપાડવા પર રોક લગાવી દીધી છે. તજજ્ઞોનું માનવું છે કે, પાંચ અબજ ડોલરથી વધુ એટલે
કે લગભગ 50 હજાર કરોડ રૂપિયાના ચલણની ચોરી થઇ છે.
આ
ઘટના બાદ બિટકોઇન સહિતના અન્ય ક્રિપ્ટો ચલણમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
ક્રિપ્ટો કરન્સી એક જાતનું ડિજિટલ ચલણ છે, જેને ઓનલાઇન ખરીદી-વેચી શકાય છે. આને કોઇ
સરકાર કે બેંક બહાર પાડતી નથી, પરંતુ તે બ્લોકચેન પદ્ધતિથી ચાલે છે. બાઇનેન્સના ડિજિટલ
લોકરને હેકરોએ નુકસાન પહોંચાડયું છે. કોઇ હેકરે
તેની સુરક્ષા ભેદીને તેની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને હજારો કરોડ રૂપિયાના ડિજિટલ ચલણની
ચોરી કરી છે.
કંપનીને
આ ઘટનાની જાણ થતાં તેણે ગ્રાહકોને પૈસા જમા કરવા કે ઉપાડવા પર રોક લગાવી દીધી હતી,
જેથી ચોર વધુ પૈસા ન કાઢી શકે. બાઇનેન્સે પોતાના ગ્રાહકોને ભરોસો અપાવ્યો હતો કે, તેમના
પૈસા સુરક્ષિત છે જો તપાસમાં કોઇ ગ્રાહકને નુકસાન થયાનું સામે આવશે તો કંપની તે ભરી
આપશે.
બાઇનેન્સ
કંપનીની સુરક્ષા ટીમ આંતરરાષ્ટ્રીય પોલીસ અને સાયબર ક્રાઇમ તજજ્ઞોની સાથે હેકરોને શોધવા
કામે લાગી છે. ચોરો ચોરી કરી શકે તેવી સિસ્ટમ બંધ કરાઇ
છે.