ખોડીયાર કોલોનીમાં કાર રોકી બે યુવાનોને માર માર્યો, જૂની અદાવતમાં કારમાં તોડફોડ કરી હતી
જામનગર,
તા.14: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બરની સામે કાર રોકી લોખંડના પાઇપ
વડે હુમલો કરી તોડફોડ કરવાના બનાવમાં સિટી-સી ડિવિઝન પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડ્યા
છે. હુમલામાં બે યુવાનોને ઈજા પહોંચાડવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ
આપવામાં આવી હતી.
આ અંગે
લાલપુર તાલુકાના જોગવડ ગામના 21 વર્ષીય ધવલ જીતેશભાઈ વાસુએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ
મુજબ, ગત 11 નવેમ્બરના રોજ તેઓ મિત્ર ભરતભાઈ બેડિયાવદરા સહિતના લોકો સાથે કારમાં જોગવડ
જઈ રહ્યા હતા. ત્યારે હરજી રબારી અને કિશન ખાંભલાએ બુલેટ આડું રાખી કાર અટકાવી હતી
અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ સ્વિફ્ટ કારમાં આવેલા અન્ય શખસોએ પણ કારના
કાચ, દરવાજા અને લાઇટમાં તોડફોડ કરી હતી.
આ હુમલા
પાછળ જોગવડ પાટિયા પાસે અગાઉ થયેલા ઝઘડાની અદાવત કારણભૂત હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું
છે.
પોલીસે
રાહુલ ઉર્ફે હરજીભાઈ આલ, કિશન ખાંભલા, વિજય ઉર્ફે હમીર રબારી, રાજ રબારી, હમીર કરમટા,
ભારો મોરી અને મેરામણ ઉર્ફે ગવો કરમટા સહિત સાત આરોપીઓને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ
ધરી છે.