• શનિવાર, 14 નવેમ્બર, 2026

યુએઈમાં બેકાબૂ ટ્રકે 23 વાહનોને

મારી ટક્કર : 3 ભારતીય સહિત 14 મૃત્યુ

30ને પહોંચી ઈજા: મૃતકોમાં કેરળના જોડિયા ભાઈ-બહેન

નવી દિલ્હી, તા.13 : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ફુજૈરાહમાં ગઈકાલે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે 23 વાહનોને ટક્કર મારતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ ભારતીય સહિત 14નાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. 30 લોકોને ઈજા પહોંચી હતી. મૃતક ભારતીય કેરળના મલપ્પુરમ જિલ્લાના એક જ પરિવારના હતા જેમાં બે જોડિયા ભાઈ-બહેનનો પણ સમાવેશ થતો હતો.

ટક્કર બાદ અનેક ગાડીઓમાં આગ લાગી હતી અને ઘટનાસ્થળે ભયાવહ દ્રશ્યો સર્જાયાં હતાં. કેટલાક મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે મૃતકોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં.

યુએઈના ગૃહમંત્રાલય અનુસાર દુર્ઘટનામાં યુએઈ, ઓમાન, ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ગ્રીસના નાગરિકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક