• રવિવાર, 15 નવેમ્બર, 2026

ILT20: એમઆઈ અમીરાતે કીરોન પોલાર્ડને બનાવ્યો વાઈલ્ડકાર્ડ ખેલાડી

દુબઈ, તા.14: વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ આગામી ઈન્ટરનેશનલ લીગ ટી20માં ફરી એકવાર એમઆઈ અમીરાતની જર્સીમાં જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ 14 નવેમ્બરે આગામી સિઝન માટે પોલાર્ડને પોતાના વાઈલ્ડકાર્ડ ખેલાડી તરીકે જાહેર કર્યો છે. પોલાર્ડ ટી20 ક્રિકેટમાં 754 મેચોમાં 14,999 રન સાથે 15,000 રન પૂરા કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બનવાથી માત્ર 1 રન દૂર છે. પોલાર્ડે ટી20 કારકિર્દીમાં 150.92ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવા ઉપરાંત 1,012 સિક્સર ફટકારી છે અને 341 વિકેટ પણ ઝડપી છે. ગત સિઝનની ફાઈનલમાં ડેઝર્ટ વાઈપર્સ સામે હાર બાદ હવે એમઆઈ અમીરાત હેડ કોચ માર્ક બાઉચરના માર્ગદર્શન હેઠળ ઉતરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક