• સોમવાર, 29 એપ્રિલ, 2024

સુરતમાં રત્નકલાકારે જ વેપારીને  રૂ.1.50 લાખનો ચૂનો ચોપડયો

લોટ સેટઅપ કરવા આપેલા 287 હીરામાંથી 40 હીરા બદલીને હલકી કક્ષાના મૂકી દીધા !

 

સુરત, તા. 28 : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાનાં કારખાનામાં સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કારીગરે લોટ સેટઅપ કરવા માટે આવેલા હીરામાંથી રૂપિયા 1.50 લાખના હીરા બદલી તેના બદલામાં હલકી કક્ષાના હીરા મૂકી છેતરાપિંડી કરી હતી. જેથી ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા રત્નકલાકાર સામે ગુનો નોંધી તપાસ હાથ

ધરી છે. 

બનાવની વિગત એવી છે કે, કામરેજ રોડ લસકાણા પાસે રહેતા 34 વર્ષીય હિતેશ વલ્લભભાઈ ખૂંટ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કાપોદ્રા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવે છે. કારખાનામાં બિપીન લાલજી શેલડિયાએ સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. તે વખતે બિપીને 50.98 કેરેટ સેન્ટનાં વજન 287 હીરા લોટ સેટઅપ કરવા માટે આપ્યા હતા. બિપીને તેને આપેલા હીરા પૈકી 40 હીરાઓ બદલી નાખી તેના બદલામાં હલકી કક્ષાના તથા ઓછા ભાવના હીરા મૂકી રૂપિયા 1,50,480ના મતાની છેતરાપિંડી કરી નોકરી છોડી નાસી ગયો હતો. બિપીનની પોલ ઉઘાડી પડી જતા કારખાનેદાર હિતેશ ખૂંટ તેને ફોન કરતા ગાળાગાળી કરી ફોન કાપી નાખ્યો હતો. બનાવ અંગે કાપોદ્રા પોલીસે હિતેશભાઈની ફરિયાદ લઈ બિપીન શેલડિયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક