• બુધવાર, 08 મે, 2024

કર્ણાટકની જેમ દેશમાં ઓબીસીનો હક છિનવી મુસ્લિમોને આપશે કોંગ્રેસ : મોદી

મનમોહનસિંહનો જુનો વીડિયો સામે આવતા કોંગ્રેસને સાપ સુંઘી ગયો: માલદામાં ટીએમસીના કૌભાંડો ગણાવ્યા

નવી દિલ્હી, તા. 26 : બિહારના અરરિયામાં રેલી સંબોધિત કરતા પીએમએ ઈવીએમ વીવીપેટ ઉપર સુપ્રીમના ચૂકાદા ઉપર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સુપ્રીમનો ચુકાદો કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધનના ચહેરા ઉપર તમાચા જેવો છે. આ લોકો જ સિસ્ટમ ઉપર સવાલ ઉઠાવી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવા લોકો માટે ઝટકા સમાન છે જેઓ બેલેટ પેપર અને પોલિંગ બુથ લુંટવા માટે જાણીતા હતા.

અરરિયામાં પીએમએ ફરી કહ્યું હતું કે કોંગ્રેસ દેશમાં ધર્મ આધારીત અનામત લાવવા માગે છે. કર્ણાટકમાં કોંગ્રેસે ઓબીસી સમાજના 27 ટકા અનામતને ચોરી કરવાનો ખેલ ખેલ્યો છે. ઓબીસી સમાજને અંધારામાં રાખીને રાતોરાત મુસ્લિમ સમાજને તેમાં ઉમેરી દીધો છે. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહનો વધુ એક જુનો વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ ચોખ્ખું બોલી રહ્યા છે કે દેશના સંસાધનો ઉપર પહેલો હક મુસ્લિમોનો છે. મનમોહનસિંહની સરકારમાં કોગ્રેસે ઓબીસી અનામત ઉપર પ્રહાર કરતા ધર્મના આધારે અનામતની કોશિશ કરી હતી. જો કે કોર્ટે આ પ્રવૃત્તિ રોકી લીધી હતી. પશ્ચિમ બંગાળના માલદામાં પીએમ મોદીએ પ્રચાર કર્યો અને સંબોધન કરતા સત્તારુઢ ટીએમસી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે તેઓને વિશ્વાસ છે કે પહેલા તબક્કામાં ટીએમસી, કોંગ્રેસ જેવા દળો પાછળ હતા તે બીજા તબક્કામાં ધ્વસ્ત થઈ જશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024