• ગુરુવાર, 09 મે, 2024

રાજસ્થાનના વિજયરથને લગામ આપવાનો લખનઉ સામે પડકાર RR સામે મળેલી પાછલી હારનો હિસાબ ચૂકતે કરવા LSG મેદાને પડશે

લખનઉ, તા.26 : ફોર્મ ચાલી રહેલ અને પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ રાજસ્થાન રોયલ્સ શનિવારના બીજા મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ત્યારે તેનું ફોકસ વિજયક્રમ જાળવી રાખવા પર હશે. જ્યારે લખનઉની નજર પાછલી હારનો હિસાબ ચૂકતે કરવા પર હશે. આઇપીએલની પહેલી સીઝન (2008)ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ ટીમ આ સીઝનમાં 8માંથી ફક્ત એક મેચમાં જ હારી છે. તેને હાર આપવી લખનઉ માટે લોઢાના ચણા ચાવવા જેવી હશે. લખનઉ ટીમના ખાતામાં 8 મેચમાંથી પાંચ જીત છે અને 10 અંક સાથે ચોથા ક્રમે છે. રાજસ્થાન રોયલ્સ સતત ત્રણ મેચ જીતી લખનઉ પહોંચી છે. કેએલ રાહુલની ટીમ સામે સંજૂ સેમસનની ટીમના વિજયરથ પર લગામ મૂકવાનો પડકાર રહેશે. 

યશસ્વી જયસ્વાલના ફોર્મ વાપસીથી રાજસ્થાનની બેટિંગ વધુ મજબૂત બની છે. પાછલા મેચમાં તેણે મુંબઇ સામે 180 રનના લક્ષ્યનો પીછો કરતા 60 દડામાં અણનમ 104 રન કર્યાં હતા. આથી આરઆરની 9 વિકેટે સરળ જીત થઇ હતી. યશસ્વી અને બટલર મળીને લખનઉની બોલિંગ પાવર પ્લેમાં છિન્નભિન્ન કરી શકે છે. કપ્તાન સંજૂ સેમસન અને રિયાન પરાગ રાજસ્થાનના મધ્યક્રમને મજબૂત કરે છે. હેટમાયર કેમિયો ઇનિંગ રમી રહ્યો છે. બોલિંગમાં રાજસ્થાન પાસે બોલ્ટ, આવેશખાન, અને સંદિપ શર્મા છે. સ્પિન જોડી તરીકે ચહલ-અશ્વિન છે. ચહલ 13 વિકેટ લઇ ચૂકયો છે. જ્યારે અશ્વિન ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે.

બીજી તરફ આ સીઝનમાં લખઉનને રાજસ્થાનના હાથે 20 રને હાર મળી હતી. જેનો હિસાબ ચૂકતે કરવા રાહુલની ટીમ માંગશે. સતત બે જીતથી લખનઉ ટીમનું મનોબળ ઉંચું આવ્યું છે. તેનું લક્ષ્ય આ મેચ જીતીને પ્લેઓફનો દાવો મજબૂત કરવા પર હશે. આ માટે કપ્તાન કેએલ રાહુલ અને ક્વિંટન ડિ’કોકે ટીમને આતશી શરૂઆત આપવી પડશે. પાછલા મેચમાં સ્ટોઇનિસે વન મેન આર્મી બની 63 દડામાં 124 રનની અણનમ ઇનિંગ રમી લખનઉને ચેન્નાઇ સામે જીત અપાવી હતી. સ્ટોઇનિસની ફોર્મ વાપસી લખનઉ માટે સારી નિશાની છે. ઝંઝવાતી યુવા ઝડપી બોલર મયંક યાદવ ઇજાને લીધે પાછલા ચાર મેચથી બહાર છે. તે વાપસી કરે તેવી દુઆ લખનઉ ટીમે કરવી રહી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024