• ગુરુવાર, 09 મે, 2024

સંદેશખાલીમાં ઠેર ઠેર CBIના દરોડા : હથિયારો મળી આવ્યા ઈડી અધિકારીઓ પર થયેલા હુમલા મામલે કાર્યવાહી

કોલકત્તા, તા. ર6 : પશ્ચિમ બંગાળના ભારે ચર્ચાસ્પદ બનેલા સંદેશખાલીમાં ઠેર ઠેર સીબીઆઈએ દરોડા પાડયા છે દરમિયાન ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. રાશન વિતરણમાં આશરે રૂ.10 હજાર કરોડના ભ્રષ્ટાચારમાં જ્યારે ગત પ જાન્યુઆરીએ ઈડીની ટીમ શાહજહાં શેખના આવાસે દરોડો પાડવા પહોંચી તો તેના સાગરિતોએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. ર00 જેટલા લોકોએ ઈડી અધિકારીઓ અને સાથે રહેલા અર્ધ સૈનિક દળોના વાહનોને ઘેરી લીધા હતા. સંદેશખાલી મામલે સીબીઆઈએ આ પહેલા એફઆઈઆર નોંધી હતી. 

CBIની કાર્યવાહીને સુપ્રીમમાં પડકાર

નવીદિલ્હી, તા.26: પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ફરી એકવાર ચર્ચાનાં કેન્દ્રમાં આવી ગયું છે. બરાબર ચૂંટણી પહેલા જ સીબીઆઈએ ત્યાં દરોડા પાડીને કથિતરૂપે તૃણમૂલ કોંગ્રેસનાં નેતાનાં સંબંધીને ત્યાંથી મોટાપાયે હથિયારો અને વિસ્ફોટકો પકડી પાડયા હતાં. ત્યાર બાદ એનએસજીની બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં દોડી ગઈ હતી. સીબીઆઈની આ કાર્યવાહી બાદ બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટમાં ધસી ગઈ હતી અને મમતા સરકારે હાઈકોર્ટનાં તે આદેશને પડકાર્યો હતો જેમાં સીબીઆઈને રાજ્યમાં દરોડા માટે અનુમતિ આપવામાં આવી હતી. આ મામલે હવે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

ઇ-પેપરના નવા શુલ્ક