• સોમવાર, 29 એપ્રિલ, 2024

હળવદનાં ચૂંપણી ગામે આધેડની હત્યા નીપજાવનાર આરોપી ઝડપાયો

દ્વારકાથી એકલા મૂકીને ઘરે આવતા રહ્યા જેવી સામાન્ય બાબતમાં છરીનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું

 

હળવદ, તા.28 : હળવદનાં ચૂંપણી ગામે બે દિવસ પહેલા થયેલી આધેડની હત્યાના ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી.દ્રારકા ગયા ત્યારે મૂકીને આવતા રહેવા જેવી સામાન્ય બાબતમાં છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.

જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાનાં ચૂંપણી ગામે રહેતા રામાભાઈ મોહનભાઈ ઓળકિયા અને આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયા ચારેક દિવસ પહેલા દ્વારકા ગયા હતા. તે વખતે રામાભાઈ આરોપીની સાથે ન રહેતા અને આરોપીને એકલા મૂકીને ઘરે પરત આવી ગયા હોય જે બાબતનું મનદુ:ખ રાખી ગત મંગળવારે ગામના ઝાપા પાસે રામાભાઈ અને તેનાં પત્ની બેઠાં હતાં ત્યારે આરોપીએ આવી દ્વારકા ગયેલ તે વખતે એકલા મૂકીને કેમ જતા રહેલ તેમ કહી છરી વડે હુમલો કરી છાતી, પેટ અને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. તેમજ રામાભાઈનાં પત્ની વાલીબેન વચ્ચે પડતા તેમને પણ હાથના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.જેમાં રામાભાઈનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં હળવદ પોલીસ સ્ટેશન પીઆઇ આર ટી વ્યાસ સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક