• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

કબાડ વેચીને સરકારે કરી કરોડોની કમાણી

ત્રણ વર્ષમાં સરકારી કચેરીઓની સફાઈમાંથી ખજાનામાં 2364 કરોડની આવક

નવીદિલ્હી, તા.10 : કેન્દ્ર સરકારે કબાડ વેચીને પણ અબજો રૂપિયાની કમાણી કરી છે. ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઇઆઇટી)એ જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં જ રદ્દી-કચરો વેચીને 2364 કરોડ રૂપિયા કમાયા છે. આ કબાડ વિભિન્ન સરકારી કચેરીઓમાંથી કાઢવામાં આવ્યો હતો.

કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા એક્સ ઉપર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સરકારે અનેક સ્થાને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. અનેક ફાઇલોની સફાઈ કરવામાં આવી અને ઇ-ફાઇલ્સ ઉભી કરવામાં આવી. આ વર્ષમાં સરકારે આવી સ્વચ્છતા કામગીરીમાંથી 6પ0.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સરકારી કચેરીઓમાં પડેલા બેકાર કચરાની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. આ ચોથું આવું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને સ્પેશિયલ કેમ્પેઇન 4.0 નામ અપાયેલું. તેમાં સ્વચ્છતાની સાથે આર્થિક યોગદાન પણ મળ્યું છે. સરકારી ખજાનામાં તેનાથી સારી આવક થઈ છે. કુલ પ8,પ4પ સ્થૂળ ફાઇલની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાંથી 1પ86 ફાઇલનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેનાથી 1પ,847 ચોરસ ફૂટ જેટલી જગ્યા પણ ખાલી થઈ હતી અને 16,39,4પ2 રૂપિયાની આવક સરકારી ખજાનામાં થઈ હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક