• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

મહાયુતિ સરકારમાં બનશે ધર્માંતરણ વિરોધી કાયદો : શાહ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનું વચન

નવી દિલ્હી, તા. 11 : ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધનસભા ચૂંટણી માટે પોતાનું ઘોષણાપત્ર જારી કરી દીધું છે. જેમાં આકરી જોગવાઈઓ સાથે ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ ઉદ્યોગની જરૂરિયાત અનુસાર પ્રશિક્ષણ માટે એક કૌશલ્ય જનગણનાની સાથે ઓછી આવક ધરાવતા પરિવારોને મફત રાશન આપવાનો ભરોસો આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વચન આપ્યું હતું કે રાજ્યમાં ક્યાંય પણ ધર્મના અધારે શિક્ષા અને રોજગારમાં અનામત નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધર્માંતરણ વિરોધી કાયદાને લઈને શાહે કહ્યું હતું કે, મહાયુતિની સરકાર બન્યા બાદ એક સમિતિ બનાવવામાં આવશે. જે તમામ હિતધારકો સાથે ચર્ચા કરશે. આ સમિતિ એટલા કડક કાયદા લાવશે કે ધર્મ પરિવર્તન થઈ શકશે નહીં.

શાહે મુંબઈમાં 25 સૂત્રનું સંકલ્પ પત્ર જારી કર્યું હતું. જેના અનુસાર બળજબરીપૂર્વક અને દગાથી ધર્માંતરણ સામે આકરી કાર્યવાહી કરવા માટે એક ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને આર્થિક સહાય, ઓછી આવક ધરાવતા પરિવારને મફત રાશન, એઆઇ પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના સહિતનાં વચનો આપવામાં આવ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક