• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

વેસ્ટ બેન્ક પર કબજાની તૈયારીમાં ઈઝરાયલ ટ્રમ્પ જીતતાં જ ‘િમત્ર’નું જોર વધ્યું

તેલ અવીવ, તા.1ર : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતતા જ ઈઝરાયલનું જોર વધ્યું છે અને તેણે વેસ્ટ બેન્ક (જોર્ડન નદીના પશ્ચિમ કિનારે પેલેસ્ટાઈનમાં રહેલો મહત્ત્વનો ભાગ) પર કબજાની તૈયારી કર્યાના અહેવાલ છે.

ઈઝરાયલ સરકારમાં દક્ષિણપંથી નાણા મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે આવી યોજનાનો ખુલાસો કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ઈઝરાયલ ર0રપમાં કબ્જાગ્રસ્ત પશ્ચિમ કિનારો (વેસ્ટ બેન્ક) સુધી પોતાની સંપ્રભુતાનો વિસ્તાર કરશે. અમેરિકામાં ટ્રમ્પની જીત ઈઝરાયલને વેસ્ટ બેંકમાં યહુદી વસતીઓ પર ઈઝરાયલની સંપ્રભુતા લાગુ કરવાની સારી એવી તક છે. તેઓ આ અંગે વોશિંગ્ટનનું સમર્થન મેળવવા અને ટ્રમ્પ પ્રશાસન સાથે કામ કરવા સરકાર પર દબાણ લાવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક