• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ ? આજે એલાન, કાલે શપથ

6:1 ફોર્મ્યુલા : ભાજપને 21-22 મંત્રાલય સાથે સ્પીકર પદ : બીમાર શિંદેને હોસ્પિટલમાં દાખલ થતાં અટકળો : હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ફડણવીસ મળવા પહોંચી ગયા

મુંબઈ, તા.3 : મહારાષ્ટ્રમાં ગુરુવારે નવી સરકારની શપથવિધિની જોરશોરથી તૈયારીઓ વચ્ચે ભાજપના નિરીક્ષકો મુંબઈ પહોંચ્યા છે. બેઠકોના ધમધમાટ વચ્ચે નવી ગઠબંધન સરકારની સત્તાની વહેંચણીની 6:1 ફોર્મ્યુલા સામે આવી છે. શપથવિધિની તૈયારીઓ વચ્ચે બુધવારે મુખ્યમંત્રી પદે કોણ ? તેનો નિર્ણય જાહેર થશે. ફરી એકવાર રાજ્યમાં મુખ્યમંત્રી સાથે બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. એવી ચર્ચા હતી કે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યમંત્રી અથવા મંત્રી પદ આપવામાં આવી શકે છે જેને શ્રીકાંતે રદિયો આપ્યો છે. આજે શિંદે તબીયત નાદુરસ્ત હોવાનાં કારણે હોસ્પિટલમાં દાખલ થઈ જતાં અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી.  જો કે અમુક કલાકમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને દેવેન્દ્ર ફડણવીસ તેમને મળવા પહોંચી ગયા હતાં. આ બેઠક ખુબ જ મહત્વની બની રહેવાની ચર્ચાએ જોર પકડેલું છે.

સૂત્રો અનુસાર, નવી સરકારમાં મુખ્યમંત્રી પદે પસંદગીમાં આશ્ચર્યની અ ાશંકા વચ્ચે ર1થી રર મંત્રાલય ભાજપ પોતાની પાસે રાખશે. ગૃહ મંત્રાલય તથા સ્પીકર પદ ભાજપ સહયોગીને આપવા તૈયાર નથી. બાકીના મંત્રાલયોમાંથી ફાળવણી કરાશે. નવી સરકારમાં શિંદેની શિવસેનાને 11થી 1ર મંત્રાલય જયારે અજિત પવારની એનસીપીને 10 મંત્રી પદ આપવામાં આવે તેવી અટકળો છે. પાંચમી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથવિધિ યોજાશે અને વડાપ્રધાન મોદી તેમાં ઉપસ્થિત રહેશે. શિંદે અને અજિત પવાર પણ મંત્રી પદે શપથ લઈ શકે છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારની રચના પહેલા પુર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત ફરી લથડતાં તેમને થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં ચેકઅપ બાદ રજા અપાતાં તેઓ મુંબઈ પહોંચ્યા હતા. પોતાના પૈતૃક ગામ સતારા આરામ કરવા ગયા બાદ શિંદે મુંબઈ પરત આવી ગયા હતા પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ચાર દિવસ બાદ મુંબઈ પરત આવતાં તેઓ મહાયુતિમાં મુખ્યમંત્રીની પસંદગીની બેઠકમાં સામેલ થઈ શકે છે. શિવસેનાના ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરશે. શિંદે મુંબઈ પરત ફરતાં ભાજપના નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર દેવેન્દ્ર ફડણવીસ તેમને મળવા સીએમ હાઉસ દોડી ગયા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક