મુશ્તાક
અલી T-20 ટ્રોફીના B
ગ્રુપમાં ટોચ પર પહોંચી ક્વાર્ટરમાં લગભગ નિશ્ચિત
ઇન્દોર,
તા.3: બેટધરો અને બોલરોના બળુકા દેખાવથી વિજયકૂચ જાળવી રાખી સૌરાષ્ટ્ર ટીજી આજના મેચમાં
તામિલનાડુ વિરુદ્ધ પ8 રને શાનદાર જીત થઇ છે. સતત ચોથા વિજય સાથે સૌરાષ્ટ્ર ટીમ સૈયદ
મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ બીમાં ટોચ પર આવી ગયું છે અને કવાર્ટર ફાઇનલ પ્રવેશ લગભગ
નિશ્ચિત છે. સૌરાષ્ટ્રના 6 મેચમાં પ જીત અને 1 હાર સાથે 20 પોઇન્ટ છે અને ટોચ પર છે.
બીજા સ્થાન પરની ગુજરાત ટીમના પણ 20 પોઈન્ટ છે. 16 પોઇન્ટ સાથે વડોદાર ટીમ ત્રીજા ક્રમે
છે. આજના મેચમાં પણ સૌરાષ્ટ્રે રન રમખાણ સર્જી 20 ઓવરમાં પ વિકેટે 23પ રન કર્યાં હતા.
આ સામે તામિલનાડુ ટીમ 9 વિકેટે 177 રન કરી શકી હતી. 27 દડામાં 3 ચોક્કા-પ છક્કાથી આતશી
અણનમ પપ રન કરનાર સમર ગજ્જર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
સૌરાષ્ટ્ર
તરફથી ઇનફોર્મ ઓપનર હાર્વિક દેસાઇએ 34 દડામાં પ ચોક્કા-4 છક્કાથી પપ, પ્રેરક માંકડે
26 દડામાં 9 ચોક્કાથી 43, રૂચિર આહિરે 30 દડામાં 3 ચોકકા-4 છક્કાથી પ6 અને સમર ગજ્જરે
આતશી પપ રનની ઇનિંગ રમી હતી. તામિલનાડુ તરફથી ગુરજપનીત સિંઘે 3 વિકેટ લીધી હતી. મિસ્ટ્રી
સ્પિનર વરુણ ચક્રવર્તીને વિકેટ મળી ન હતી. 236 રનના લક્ષ્યનો પીછો કરતા તામિલનાડુ ટીમ
20 ઓવરમાં 9 વિકેટે 177 રને હાંફી ગઇ હતી. ભૂપતિકુમારે સર્વાધિક 6પ રન કર્યાં હતા.
આઇપીએલ સ્ટાર અને કપ્તાન શાહરૂખ ખાન ઝીરોમાં આઉટ થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી ચિરાગ જાનીને
3, અંકુર પવારને 2 અને ધર્મેન્દ્ર જાડેજાને 2 વિકેટ મળી હતી.