• બુધવાર, 04 ડિસેમ્બર, 2024

ઉર્વિલ પટેલની 11 છક્કાથી 36 દડામાં ફરી આતશી સદી

ઇન્દોર, તા.3 : ગુજરાતના વિકેટકીપર - બેટર ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં તેની રન રફતાર ચાલુ રાખી છે. બે દિવસ અગાઉ ટી-20 ફોર્મેટમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર ઉર્વિલ પટેલે આજે ઉત્તરાખંડ સામેના મેચમાં 36 દડામાં વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે 41 દડામાં 11પ રન કરીને ગુજરાત ટીમને જીત અપાવી હતી. ઉર્વિલ પટેલે 280ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી અને 8 ચોક્કા અને 11 છક્કા ફટકારી રનની આતશબાજી કરી હતી. તેની આજની 36 દડામાં સદી ભારત તરફથી ચોથી ઝડપી સદી છે.

ઉર્વિલે બે દિવસ પહેલાં ત્રિપુરા વિરુદ્ધ 28 દડામાં સદી કરીને ઋષભ પંતનો રેકોર્ડ તોડયો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઇપીએલના મેગા ઓક્શનમાં ઉર્વિલ પટેલની બેઝ પ્રાઇસ 30 લાખ હતી, પણ કોઈ ટીમે તેના પર બોલી લગાવી ન હતી. ઉર્વિલની વિસ્ફોટક સદીની મદદથી ગુજરાત ટીમે 186 રનનું લક્ષ્ય ફક્ત 13.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક