• બુધવાર, 04 ડિસેમ્બર, 2024

20 રનમાં ઝિમ્બાબ્વેની 10 વિકેટ ડૂલ : 57 રનમાં ધબડકો બીજા T-20 મેચમાં પાકિસ્તાનનો 33 દડામાં વિજય

બુલેવાયો, તા.3: પાકિસ્તાન સામેના બીજા ટી-20 મેચમાં ઝિમ્બાબ્વે ટીમનો નાટકીય ધબડકો થયો છે. એક સમયે ઝિમ્બાબ્વેના 4.3 ઓવરમાં વિના વિકેટે 37 રન હતા. આ પછી ઝિમ્બાબ્વે ટીમનો આચનક ધબડકો થયો હતો અને 20 રનની અંદર તમામ 10 વિકેટ ડૂલ થઇ ગઇ હતી. આથી ઝિમ્બાબ્વે ટીમ 12.4 ઓવરમાં પ7 રનમાં ઢેર થઇ ગઇ હતી. પાકિસ્તાન તરફથી પ્લેયર ઓફ ધ મેચ બનેલ નવોદિત સ્પિનર સુફિયાન મુકીમે 2.4 ઓવરમાં માત્ર 3 રનમાં પ વિકેટ ઝડપી હતી. ટી-20માં પાક. તરફથી આ બેસ્ટ બોલિંગ ફીગર છે. અગાઉ ઉમર ગુલે 2009માં ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ 6 રનમાં પ વિકેટ લીધી હતી.

ઝિમ્બાબ્વેને પ7 રનમાં ઢેર કર્યાં બાદ પાકિસ્તાને ફક્ત પ. 3 ઓવરમાં વિના વિકેટે 61 રન કરીને 87 દડા બાકી રાખી 10 વિકેટે જોરદાર જીત મેળવી હતી અને 3 મેચની ટી-20 શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરી હતી. સઇમ અયૂબ 18 દડામાં 36 અને ઓમેર યુસુફ 1પ દડામાં 22 રને નોટઆઉટ રહ્યા હતા.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક