• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

બંગલાદેશમાં હિંદુઓ બાદ હવે ખ્રિસ્તીઓ ઉપર હુમલા ક્રિસમસની રાત્રે 17 ઘરને આગના હવાલે કરાયા

ઢાકા, તા. 26 : બંગલાદેશમાં અલ્પસંખ્યકો સુરક્ષિત નથી. પહેલા હિંદુઓ ઉપર અત્યાચાર થયા છે અને હવે ખ્રિસ્તોઓ પણ ઉત્પીડનનો શિકાર બની રહ્યા છે. હકીકતમાં બંદરબન જિલ્લામાં અજ્ઞાત તત્વોએ ક્રિસમસની રાતે ત્રિપુરા સમુદાયના 17 ઘર આગના હવાલે કરી દીધા હતા. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે તમામ લોકો ક્રિસમસના તહેવારમાં ભાગ લેવા માટે બીજા ગામ ગયા હતા કારણ કે તેમના ગામમાં કોઈ ચર્ચ નથી.

રિપોર્ટ અનુસાર ત્રિપુરા સમુદાયના 19માથી 17 ઘર પૂરા રાખ થયા છે. આ ઘટના બાદ એક પીડિત ગંગમની ત્રિપુરાએ કહ્યું હતું કે તેમના માટે ક્રિસમસ ખુશીઓનો દિવસ હતો પણ આ ઘટના બનશે તેવો વિચાર પણ કર્યો નહોતો. તેઓ અપરાધીઓને આકરી સજા માટે તેવી માગ કરી રહ્યા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક