માંડવી
રોડ, ઓલપાડ અને માંગરોળના પીપોદરામાં બનાવ
સુરત,
તા.25 : સુરતમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં વધુ
ત્રણ યુવાનના મૃત્યુ નીપજ્યા છે. માંડવી રોડ, ઓલપાડ અને માંગરોળના પીપોદરામાં અકસ્માતની
ઘટનાઓ સામે આવી હતી.
જાણવા
મળતી વિગત મુજબ કીમ માંડવી રોડ ઉપર બાઈક ચાલકે પૂર ઝડપે હકારી બ્રિજેશ અને મહેબૂબ નામના
બે વ્યક્તિઓને અડફેટે લેતા અકસ્માત સર્જ્યે હતો. જેમાં બ્રિજેશ પટેલ નામના વ્યકતિને
ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે મહેબુબને ગંભીર
ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર બાકઈચાલક
રાકેશ ચોહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં ઓલપાડ ગામની સીમમાં
ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે હકારી મજૂરી કામ કરતા 27 વર્ષીય ધર્મેશભાઈ વસાવા નામના
યુવાનને અડફેટે લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં માંગરોળ તાલુકાના
પિપોદરા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે કોઈ અજાણ્યા
યુવકને અડફેટે લઈ ટક્કર મારી તેના શરીર ઉપર ગાડી ચલાવી હાથ પગ અને માથુ કચડી નાખતા
તેનું અકસ્માત સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બનાવ અંગે કોંસબા પોલીસે ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે.