• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

વડોદરામાં સગીરાનાં અપહરણ - દુષ્કર્મ કેસમાં એક શખસને આજીવન કેદ

વડોદરા, તા.રપ : મૂળ દાહોદ પંથકનો અને હાલમાં ભાદરવા ગામે રહેતો અને કડિયા કામ કરતો પ્રવીણ જલુભાઈ બામણિયા નામના શખસે એક પરિવારની સગીરવયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી અને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પરથી પ્રવીણ બામણિયા વિરુદ્ધ પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.

આ અંગનો કેસ ચાલી જતાં કોર્ટે ત્રણ સંતાનના પિતા પ્રવીણ જલુભાઈ બામણિયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.પ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યે હતો અને ભોગ બનનાર સગીરાને રૂ.4 લાખની સહાય ચૂકવવા આદેશ કર્યે હતો.

ઇ-પેપરના નવા શુલ્ક