• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

શુભમન ગિલને પડતો મુકવા પર બેટિંગ કોચ નાયરની સફાઇ

કપ્તાન રોહિત ઓપનિંગ કરશે

 

મેલબોર્ન, તા.26: ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ અભિષેક નાયરે ચોથા ટેસ્ટમાંથી યુવા બેટધર શુભમન ગિલને પડતો મુકવા મામલે સ્પષ્ટતા કરી હતી. આજની રમત પછીની પત્રકાર પરિષદમાં નાયરે કહ્યંy કે કપ્તાન રોહિત શર્મા ઓપનિંગ કરવાનો છે. આ જ કારણે ગિલને પડતો મુકાયો નથી, પણ અમે બોલિંગ ધાર વધુ મજબૂત કરવા માગતા હતા. આથી ટીમમાં એક ઓફ સ્પિનરની જરૂર હતી. જેથી વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો હતો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ગિલ પહેલા ટેસ્ટમાં ઇજાને લીધે બહાર હતો. બીજા ટેસ્ટમાં તેણે 31 અને 28 રનની ઇનિંગ રમી હતી. ત્રીજા ટેસ્ટમાં તે ઝીરોમાં આઉટ થયો હતો.

સહાયક કોચ નાયરે કહ્યંy પૂરી સંભાવના છે કે કપ્તાન રોહિત દાવનો પ્રારંભ કરશે. આ યોજનાનો ભાગ છે. દુર્ભાગ્યથી અમારે ગિલને બહાર કરવો પડયો. તે સમજે છે આવું ટીમની જરૂરિયાત મુજબ થયું છે. સુંદરના ઇલેવનમાં રહેવાથી અમને વિવિધતા મળે છે. જો કે શુભમન ગિલને બહાર કરીને એમસીજી પિચ પર બે સ્પિનર જાડેજા અને સુંદરને રમાડાવના ભારતીય ટીમના નિર્ણયની વિશેષજ્ઞોએ ટીકા કરી છે. તેમનું માનવું છે કે સુંદરના બદલે હર્ષિત રાણાને તક આપવાની જરૂર હતી. અથવા ગિલને પડતો મુકવાની જરૂર ન હતી

ઇ-પેપરના નવા શુલ્ક