• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

શારીરિક સંબંધનો અર્થ યૌન ઉત્પીડન નથી : દિલ્હી હાઈકોર્ટ કોર્ટે કહ્યું, ફક્ત શંકાનાં આધારે કોઈ તારણ ઉપર આવી શકાય નહીં

નવી દિલ્હી, તા.30 : દિલ્હી હાઈકોર્ટે પોક્સોનાં કેસમાં એક આરોપીને નિર્દોષ મુક્ત કરતાં મહત્ત્વની ટિપ્પણીમાં કહ્યું હતું કે, સગીર પીડિતાએ શારીરિક સંબંધનો ઉપયોગ કરેલો છે અને તેનો અર્થ જાતીય ઉત્પીડન કરી શકાય નહીં.

જસ્ટિસ પ્રતિભા એમ.િસંહ અને જસ્ટિસ અમિત શર્માની પીઠે આરોપીની આજીવન કેદની સજા વિરોધી અપીલ સ્વીકારી લીધી હતી. અદાલતે કહ્યું હતું કે, એ સ્પષ્ટ નથી કે નીચલી અદાલતે કેવી રીતે નિષ્કર્ષ કાઢ્યો કે આમાં કોઈ યૌન ઉત્પીડન થયું હતું. પીડિતા સ્વેચ્છાથી જ આરોપીની સાથે ગઈ હતી. શારીરિક સંબંધથી લઈને યૌન ઉત્પીડન અને સંભોગ સુધીની વાત પુરાવાનાં માધ્યમથી સાબિત કરવી જોઈએ અને કેવળ શંકાનાં આધારે કોઈ તારણ ઉપર આવી શકાય નહીં.

અદાલતે કહ્યું હતું કે, સંબંધ બનાવ્યો હતો એવા શબ્દ પ્રયોગ પણ પોક્સો અધિનિયમ હેઠળ અપરાધ સાબિત કરવા માટે પર્યાપ્ત નથી. જો કે પોક્સો હેઠળ છોકરી સગીર હોય તો તેની સહમતીનું કોઈ મહત્ત્વ રહેતું નથી. શારીરિક સંબંધ વાક્યાંશને સંભોગ માની શકાય નહીં. આમાં યૌન ઉત્પીડનની તો કોઈ વાત જ નથી. નીચલી અદાલતનાં ફેંસલામાં કોઈપણ તર્કનો અભાવ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક