• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ડો.વી નારાયણન બનશે ઈસરો પ્રમુખ

નવી દિલ્હી, તા. 8 : ચંદ્રયાન-3ના રૂપમાં ભારતને ઐતિહાસિક સફળતા અપાવનારા ઈસરો પ્રમુખ એસ સોમનાથની વિદાઈનો સમય આવી ગયો છે. તેમનો કાર્યકાળ 14 જાન્યુઆરીના રોજ પૂરો થઈ રહ્યો છે. તેવામાં ભારત સરકારે ઈસરોના નવા પ્રમુખનું એલાન પણ કરી દીધું છે. સત્તાવાર ઘોષણા અનુસાર ડોક્ટર વી નારાયણન પદ સંભાળવા જઈ રહ્યા છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં ડોક્ટર વી નારાયણનનું મોટું નામ છે. તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી કરેલું છે. વર્તમાન સમયે તેઓ એલપીએસસી એટલે કે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડાયરેક્ટર છે. ઈસરોમાં ચાર દશકથી વધારે સમયના અનુભવ દરમિયાન તેમણે ઘણા મહત્ત્વના પદ સંભાળ્યા છે. તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રોપલ્શનના વિદ્વાન છે. તેમની ઉપલબ્ધિમાં જીએસએલવી એમકે-3 વ્હીકલનો સી25 ક્રાયોજેનિક પ્રોજેક્ટ સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક