• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

2024 ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ

યુરોપીય જળવાયુ એજન્સીનો રિપોર્ટ : વૈશ્વિક સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી ઉંચકાયું

નવી દિલ્હી, તા.10 : ભારત સહિત અનેક દેશમાં ભીષણ ઠંડીના દૌરમાં યુરોપીય જળવાયુ એજન્સી કોપરનિક્સ એ ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ, ર0ર4 ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહયું છે.

એવું પહેલીવાર બન્યુ છે જ્યારે ગત વર્ષનું વૈશ્વિક સરેરાશ તાપમાન પૂર્વના ઔદ્યોગિક સ્તરથી 1.પ ડિગ્રી સે.વધુ રહયું છે. યુરોપીય જળવાયુ એજન્સીએ કહ્યું કે ર0ર4માં જાન્યુઆરીથી જૂન સુધીનો દરેક માસ અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો છે. જૂલાઈથી ડિસેમ્બર સુધી ઓગષ્ટને બાદ કરતાં દરેક મહિને ર0ર3 બાદ રેકોર્ડ સ્તરે બીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. કોપરનિક્સ જળવાયુ પરિવર્તન સેવાના વૈજ્ઞાનિકો અનુસાર 18પ0માં જ્યારથી વૈશ્વિક તાપમાન માપવાનું શરૂ કરાયું છે ત્યારથી ર0ર4 સૌથી ગરમ વર્ષ રહ્યું છે. તે દરમિયાન સરેરાશ વૈશ્વિક તાપમાન 1પ.1 ડિગ્રી સે.રહ્યું જે 1991-ર000ના સરેરાશથી 0.7ર ડિગ્રી સે.વધુ અને ર0ર3થી 0.1ર ડિગ્રી સે.વધુ છે.

વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ર0ર4માં સરેરાશ તાપમાન 18પ0-1900ની આધાર રેખાથી 1.60 ડિગ્રી સે.વધુ રહ્યું. આ એ સમય હતો જ્યારે જીવાશ્મ ઇંધણોના સળગવા જેવી માનવીય ગતિવિધિઓએ જળવાયુ પર અસર કરવાનું શરૂ કર્યુ ન હતું. વૈજ્ઞાનિકો માને છે કે વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે જયાં તાપમાન આ મર્યાદાથી સતત ઉપર રહેશે.

જળવાયુ કાર્યકર અને સતત સમ્પદા જળવાયુ ફાઉન્ડેશનના સંસ્થાપક નિર્દેશક હરજીત સિંહે કહ્યું કે વિશ્વ એક નવા જળવાયુ વાસ્તવિકતામાં પ્રવેશ કરી રહયું છે, જ્યાં સખત ગરમી, વિનાશકારી પૂર અને પ્રચંડ વાવાઝોડા સતત અને ગંભીર થતાં જશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025