એપ્રિલના
પહેલાં સપ્તાહમાં સુનાવણી
નવી
દિલ્હી, તા.રર : સુપ્રીમ કોર્ટે બુધવારે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરની કોર્ટની દેખરેખમાં
સર્વે કાર્ય પર રોક (સ્ટે)ને લંબાવી હતી. સુપ્રીમે અલાહાબાદ હાઇ કોર્ટના એ આદેશ પર
રોક લંબાવી છે, જેમાં મથુરામાં શાહી ઈદગાહ પરિસરના કોર્ટની દેખરેખમાં સર્વેક્ષણને મંજૂરી
આપવામાંઆવી હતી. આ પરિસર કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં છે.
સીજેઆઇ
સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું કે
તે મસ્જિદ પરિસરના કોર્ટની દેખરેખમાં સર્વેક્ષણ વિરુદ્ધ ટ્રસ્ટ શાહી મસ્જિદ ઈદગાહ પ્રબંધન
સમિતિની અરજી પર 1 એપ્રિલથી શરૂ થતાં સપ્તાહમાં સુનાવણી કરશે. સુપ્રીમમાં હાલ ત્રણ
મુદ્દા પેન્ડિંગ છે. જેમાં એક અંતર-ન્યાયાલય અપીલનો મુદ્દો (હિન્દુ વાદીઓ દ્વારા દાખલ
કેસોના સમેકન વિરુદ્ધ) બીજો અધિનિયમ (પૂજા સ્થળ વિશેષ જોગવાઈ) અધિનિયમ 1991ને પડકાર
વગેરે સામેલ છે.
સુપ્રીમે
કહયું કે અલાહાબાદ હાઇ કોર્ટના એ આદેશ પરરોક યથાવતરહેશે જેમાં મથુરામાં શાહી ઈદગાહ
મસ્જિદ પરિસરના કોર્ટની દેખરેખમાં સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમે ગત
વર્ષ 16 જાન્યુઆરીએ પહેલીવાર હાઇ કોર્ટના 14 ડિસેમ્બર, ર0ર3ના આદેશની અમલવારી પરરોક
લગાવી હતી. આ કેસમાં હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે પરિસરમાં એવાં ચિહ્નો છે જે દર્શાવે
છે કે અહીં ક્યારેક મંદિર હતું.