મુંબઈ, તા.ર3 : કોમેડિયન કપિલ
શર્મા, રાજપાલ યાદવ સહિત બોલીવૂડના 4 કલાકારને પાકિસ્તાનથી ઈમેઈલ દ્વારા ધમકી આપવામાં
આવી છે. મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે.
કપિલ શર્મા, રાજપાલ યાદવ, રેમો
ડિસોઝા અને સુગંધા મિશ્રાને ધમકી અપાઈ છે. ખાસ વાત એ છે કે ધમકીભર્યા ઈમેઈલમાં છેલ્લે
બિશ્નોઈનું નામ પણ છે. ધમકી આપનારે લખ્યું છે કે અમોને બિશ્નોઈ ન સમજતાં. ઈમેઈલમાં
આઈપી એડ્રેસ પાકિસ્તાનનું છે અને વિષ્ણુ નામના એક શખસનું નામ ખુલ્યું છે. ધમકીમાં લખ્યું
છે કે જો આ ઈમેઈલનો 8 કલાકમાં રિપ્લાય કરવામાં નહીં આવે તો અમે માની લેશું કે તમે તેને
ગંભીરતાથી લીધી નથી. તમામ કલાકારોને અલગ અલગ ઈમેઈલથી ધમકી અપાઈ છે.