• બુધવાર, 12 માર્ચ, 2025

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો ઐતિહાસિક લગ્ન સમારોહ

CRPFના મહિલા અધિકારીએ 7 ફેરા લીધા, રાષ્ટ્રપતિ મુર્મૂની ઉપસ્થિતિ

નવી દિલ્હી, તા.13 : રાષ્ટ્રપતિ ભવન ખાતે નવો ઈતિહાસ રચાયો છે. અહીં સીઆરપીએફના મહિલા અધિકારી પૂનમ ગુપ્તાએ 7 ફેરા લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં 1ર ફેબ્રુઆરીની રાત્રે આ લગ્ન યોજાયા હતા જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ હાજરી આપી વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા.

રાષ્ટ્રપતિની વિશેષ મંજૂરી બાદ ભારે સુરક્ષા વચ્ચે આ લગ્ન યોજાયા હતા. બન્ને પક્ષના પરિવારજનો, નજીકના સંબંધીઓ અને વીઆઈપી મહેમાનોની હાજરીમાં લગ્ન વિધિ થઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પીએસઓ તરીકે તૈનાત સીઆરપીએફના સહાયક કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાના લગ્ન અવનીશ કુમાર સાથે રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા કોમ્પ્લેક્સમાં યોજાયા હતા. લગ્ન સમારોહમાં નર્મદાપુરમના સાંસદ દર્શન ચૌધરી પણ હાજર રહ્યા હતા. પૂનમ ગુપ્તા એમપીના શિવપુરીના છે અને રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાતી પહેલા બિહારના નકસલ પ્રભાવિત વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025