વોશિંગ્ટન, તા. 14 : ચીન-અમેરિકા વેપાર યુદ્ધ વકરતું જઇ રહ્યું છે. ડ્રેગને જગત જમાદારને સાત કિંમતી ધાતુ પૂરી પાડવા પર રોક મૂકી દીધી હતી. સાથે કાર, ડ્રોનથી માંડીને રોબોટ તેમજ મિસાઇલ એસેમ્બલ (જોડવા) કરવા માટે જરૂરી ચુંબકોના શિપમેન્ટ પણ ચીની બંદરો પર રોકી દેવાયાં હતાં. આ તમામ સામગ્રી ઓટોમોબાઇલ્સ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ જેવાં ક્ષેત્રો માટે બેહદ મહત્ત્વની છે. ચીનના આ ફેંસલાથી દુનિયાભરમાં મોટરવાહનો, સેમિકન્ડક્ટર, વિમાન અને હથિયારો બનાવતી કંપનીઓ પર અસર પડશે.
ચીને મૂકેલી રોકના આદેશ અનુસાર
આ કિંમતી ધાતુઓ અને તેનાથી બનેલા ચુંબક માત્ર ખાસ પરવાનગી મળ્યા પછી જ ચીનથી બહાર મોકલી
શકાય છે. કિંમતી ધાતુઓ17 તત્ત્વનું એક જૂથ છે, જે ગ્રાહકો માટે ઇલેક્ટ્રોનિક્સથી માંડીને
સેના માટે ઉપકરણોમાં ઉપયોગી છે.
ટ્રમ્પની પલટી: સ્માર્ટફોન, કોમ્પ્યુટર,
સેમીકંડક્ટર ઉપર પણ ટેરિફ આવશે
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે છેડેલા ટેરિફ યુદ્ધમાં હવે ફરીથી યુ-ટર્ન માર્યો છે. અમેરિકાનાં વાણિજ્ય મંત્રી
હાવર્ડ લુટનિકે કહ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન આગામી બે માસમાં સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર,
સેમીકંડક્ટર અને દવાઓ ઉપર પણ નવા ટેરિફ લગાવશે.
અગાઉ ટ્રમ્પે પોતાની નવી ટેરિફ નીતિમાં આ ચીજોને મુક્તિ આપેલી. જેમાં એપલ અને
ડેલ જેવી કંપનીઓને મોટી રાહત થઈ હતી. જો કે હવે પોતાની આદત મુજબ ટ્રમ્પે પલટી મારતા
દુનિયામાં આઈટી બજારમાં વ્યાપક અસરો જોવા મળી શકે છે. અમેરિકા દ્વારા ઈલેક્ટ્રોનિક
ચીજોની આયાત ચીનમાંથી મોટાપાયે થાય છે. એક દિવસ પહેલા કોમ્પ્યુટર, સ્માર્ટફોન અને લેપટોપ
સહિતની ચીજોને ટેરિફમાંથી બાકાત રાખવાની જાહેરાત થતાં ચીનનાં ઉત્પાદનોને પણ 12પ ટકા
ટેરિફમાંથી રાહત થઈ ગઈ હતી.