ધરપકડ બાદ વકીલનો દાવો : ભારતની ટીમ જશે બેલ્જિયમ
નવી
દિલ્હી તા.1પ : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી બેલ્જિયમમાં ઝડપાયા બાદ તેને ભારત લાવવા
એજન્સીઓ સક્રિય બની છે. બેલ્જિયમની કોર્ટમાં પેશી પહેલા સીબીઆઈ, ઈડી સહિત એજન્સીઓની
6 અધિકારીની એક સંયુક્ત ટીમને બેલ્જિયમ મોકલાય તેવી સંભાવના છે. દરમિયાન દાવો કરાયો
છે કે મેહુલ ચોકસીને કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ મુદ્દે તે જામીનની માગ
કરવાનો છે.
રિપોર્ટ
અનુસાર ભારતીય અધિકારીઓની એક ટીમ બેલ્જિયમ જવાની છે. સીબીઆઈ અને ઈડીના પ્રયાસોને કારણે
બેલ્જિયમમાં મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ હતી. કહેવાય છે કે તે સ્વિટ્ઝર્લેન્ડ ભાગવાની
તૈયારીમાં હતો ત્યારે દબોચાયો હતો. સોમવારે તેના વકીલે એલાન કર્યુ હતું કે ધરપકડને
પડકારતી એક અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવશે. તેઓ મેડિકલના આધારે જામીન માગશે. વકીલે
દાવો કર્યો કે મેહુલ ચોકસી કેન્સરથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે જેમાં અવરોધ
ઉભો થવો જોઈએ નહીં.