• બુધવાર, 16 જુલાઈ, 2025

પાકિસ્તાનમાં 2.2 કરોડ ભિખારી, વાર્ષિક આવક 42 અબજ રૂપિયા સાઉદી સરકારે 4700 ને હાંકી કાઢયા

ઈસ્લામાબાદ, તા.રર : દુનિયાભરમાં ભિખારીઓના દેશ તરીકે પાકિસ્તાન અમસ્તું જ વગોવાયેલું નથી. પાકિસ્તાનમાં ભિખારીઓની કુલ સંખ્યા ર.ર કરોડને આંબી ગયાનો અને સાઉદીએ 4700 પાકિસ્તાની ભિખારીઓને હાંકી કાઢયાનો એક રિપોર્ટમાં દાવો કરાયો છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એકરાર કર્યો છે કે સાઉદીએ 4700 પાકિસ્તાની ભિખારીઓને પરત મોકલ્યા છે. તેઓ નકલી વીઝા, ઉમરાહ, હજના બહાને સાઉદી આવી ગયા હતા. મંત્રીએ વધુમાં કહયુ કે પાકિસ્તાનમાં આશરે ર.ર કરોડ ભિખારી છે અને તેમની વાર્ષિક આવક 4ર અબજ રૂપિયા છે. આ લોકો વિદેશમાં ભીખ માગીને દેશનું નામ ખરાબ કરી રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનની કેન્દ્રિય એજન્સી એફઆઈએ એ પણ સ્વીકાર્યુ હતું કે સાઉદીએ ર0ર1થી ર0ર4 વચ્ચે 4000 ભિખારીને પાકિસ્તાન પરત મોકલ્યા છે. મોટાભાગના ભિખારીઓ પંજાબ, કરાંચી અને સિંધ પ્રદેશના છે. સરકારે પરત આવેલા ભિખારીઓ ભવિષ્યમાં વિદેશ યાત્રા કરી ન શકે તે માટે તેમને એક્ઝિટ કંટ્રોલ યાદીમાં સામેલ કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક