શ્રી ગ્રુપની બે કંપનીએ આચરી છેતરપિંડી; જો કે, બધી રકમ વસૂલાઇ ગઈ હોવાનો ખુલાસો
મુંબઇ,
તા. 27 : નીરવ મોદી અને મેહુલ ચોક્સી બાદ બે ફાયનાન્સ કંપનીએ લોન છેતરપિંડી કરીને પંજાબ
નેશનલ બેન્ક (પીએનબી) સાથે 2,434 કરોડનું કૌભાંડ આચર્યું છે.
શ્રી
ગ્રુપની બે કંપની શ્રી ઇક્વિપમેન્ટ ફાયનાન્સ લિ. અને શ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ
લિ. દ્વારા આ લોન કૌભાંડ કરાયું હતું.
શ્રી
ઇક્વિપમેન્ટના પૂર્વ પ્રમોટર્સે 1,240.94 કરોડ અને શ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરે 1,193.08
કરોડ રૂપિયાનાં લોન કૌભાંડ કર્યાં હોવાની જાણકારી પીએનબી તરફથી અપાઇ હતી.
જો
કે, પીએનબી તરફથી સ્પષ્ટ કરાયું હતું કે, અમે બાકી રહેતી રકમની પૂરી ભરપાઇ કરી લીધી
હોવાથી કોઇ નુકસાન કે ખરાબ અસર નહીં થાય.