• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

શહેરમાં જ ઉકેલાશે પીએફના પ્રશ્નો

પીએફની કચેરીઓને હવેથી પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ કરી કર્મચારીઓને રાહત અપાશે

નવી દિલ્હી, તા. 27 : હવે દેશમાં તમામ કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાન (ઇપીએફઓ)ની કચેરીઓને પાસપોર્ટ સેવા કેન્દ્રોની જેમ સિંગલ વિન્ડો સર્વિસ સેન્ટરમાં બદલી દેવાશે.

કોઇ પણ શહેર સ્થિત કચેરીમાં જઇને હવેથી કર્મચારીઓ પીએફના પ્રશ્નો, સમસ્યાઓના ઉકેલ મેળવી શકશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવિયાએ  ઇપીએફઓની કામગીરીમાં મોટા બદલાવોનું એલાન કર્યું હતું.

આ પહેલનો સૌથી મોટો લાભ એ થશે કે, પીએફ ખાતાધારક દેશના કોઇ પણ પ્રાદેશિક કાર્યાલયમાં જઇને પ્રશ્નો ઉકેલી શકશે. હવે જ્યાં પીએફ ખાતું નોંધાયેલું છે તે જ ચોક્કસ કચેરીમાં નહીં જવું પડે.

માંડવિયાએ જણાવ્યું હતું કે, આ નવી પહેલનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ દિલ્હીમાં શરૂ થઇ ગયો છે. અત્યાર સુધી કર્મચારીઓને  જ્યાં ખાતું હોય તે જ પીએફ કચેરીમાં જવું પડતું હતું.

કોઇ પણ શહેરની વ્યક્તિ તેની સૌથી નજીકની પીએફ કચેરીમાં જઇને પોતાનાં કામ કરાવી શકે તે માટે આધુનિક ટેક્નોલોજીની મદદથી સમગ્ર માળખું ડિજિટલ બનાવાશે.

દેશના લાખો કર્મચારીઓના પૈસા એવા પીએફ ખાતાંઓમાં પડેલા છે, જે વર્ષોથી બંધ કે નિક્રિય છે. ઇપીએફઓ આવાં ખાતાંઓના કેવાયસીની ખરાઇ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક