નવી દિલ્હી, તા.ર8 : વર્ષ 2025 ના અંતિમ મન કી બાત એપિસોડમાં વડાપ્રધાન મોદીએ આ વર્ષે ભારતની સિદ્ધિઓની ચર્ચા કરી અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા હતા.
તેમની સૌથી મોટી ચિંતા એન્ટિબાયોટિક્સનો
ઉપયોગ હતો. તેમણે જણાવ્યું હતું કે આઈસીએમઆર ના અહેવાલ મુજબ, રોગો સામે તેમની અસરકારકતા
ઘટી રહી છે. જેનું કારણ એ છે કે ભારતીયો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ પ્રત્યે વધુને વધુ
ઉદાસીન બની રહ્યા છે. આપણે ડૉક્ટરની સલાહ લીધા વિના આ દવાઓ લેવાનું શરૂ કરી દીધું છે.
વડાપ્રધાને દરેકને ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ પ્રકારની દવા ન લેવા વિનંતી કરી હતી.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં ઓપરેશન
સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરેક ભારતીયને ગર્વ કરાવ્યો. આખી દુનિયાએ જોયું કે
આજનું ભારત તેની સુરક્ષા સાથે સમાધાન કરતું નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન વિશ્વના દરેક
ખૂણામાં ભારત માતા પ્રત્યે પ્રેમ અને ભક્તિની છબીઓ ઉભરી આવી છે.
રમતગમત, અવકાશ, પર્યાવરણ વાત
કરી કુંભ મેળાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભવ્ય કાર્યક્રમે વિશ્વને આશ્ચર્યચકિત
કરી દીધું. 2025 માં શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભારતનો અનોખો વારસો બધું એક સાથે આવ્યું.
વર્ષના અંતે રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. તમિલ સંગમ
સહિત અન્ય મુદ્દાઓ પર વાત કરી બધા ભારતીયોને 2026ની શુભકામનાઓ પાઠવી અને આવતા વર્ષે
ફરીથી મન કી બાત કાર્યક્રમમાં જોડાવાનું વચન આપ્યું હતું.