• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ગોડસે સમર્થકો પાસેથી કંઈ શીખવાની જરૂર નથી : દિગ્વિજય સિંહ કોંગ્રેસમાં વિવાદ બાદ થરૂરનું સમર્થન, ખેડાએ ટીકા કરી

નવી દિલ્હી, તા.ર8 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની સંગઠનાત્મક રચનાની પ્રશંસા કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યા બાદ હવે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. રવિવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ વૈચારિક સ્તરે આરએસએસના કટ્ટર વિરોધી છે અને કોંગ્રેસ પાર્ટીને ગાંધીના હત્યારા ગોડસેના સમર્થકોની વિચારધારામાંથી કંઈ શીખવાની જરૂર નથી.

કોંગ્રેસ પાર્ટીમાં ઘણા નેતાઓ દિગ્વિજય સિંહના નિવેદન પર સવાલ ઉઠાવી રહ્યા છે. દરમિયાન કેરળના કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સમર્થનમાં આગળ આવ્યા છે. થરૂરે કહ્યું કે અમારી પાર્ટીનો 140 વર્ષનો ઇતિહાસ છે. આપણે તેમાંથી ઘણું શીખી શકીએ છીએ. કોઈપણ પક્ષમાં શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું ઇચ્છું છું કે આપણું સંગઠન મજબૂત બને અને તેમાં શિસ્ત હોવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે ગોડસેને ટાંકી કહયું કે આરએસએસ પાસેથી શીખવા જેવું કંઈ નથી. ગોડસે માટે જાણીતી સંસ્થા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થાને શું શીખવી શકે છે ?

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દિગ્વિજય સિંહે આરએસએસના શિસ્ત અને પાયાના કાર્યકરોને ઉચ્ચ પદો સુધી પહોંચાડવાની ક્ષમતાની પ્રશંસા કરી. પોતાના બચાવમાં તેમણે કહ્યું કે હું છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસમાં છું અને વિધાનસભાથી સંસદ સુધી આ સાંપ્રદાયિક શક્તિઓ સામે લડયો છું. હું હંમેશાં ભાજપ-સંઘની વિચારધારાનો વિરોધ કરતો રહ્યો છું અને કરતો રહીશ.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક