ઈરાનને શત્રો આપનારા દેશોએ પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે : ટ્રમ્પ
નવીદિલ્હી,તા.12: અમેરિકા અને
ઈરાન વચ્ચે શાંતિનાં પ્રયાસ નિષ્ફળ રહ્યાં છે ત્યારે અમેરિકાનાં ગુપ્તચર સૂત્રોનાં
હવાલેથી એવા અહેવાલો આવી રહ્યાં છે કે, ચીન આગામી થોડા અઠવાડિયામાં જ ઈરાનને નવી એર
ડિફેન્સ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું છે. ચીનની આ નવી ચાલની ગંધ આવતાં જ અમેરિકાનાં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી દીધી હતી કે, જો ચીને આવું કંઈ કર્યુ તો તેનાં
ગંભીર પરિણામો તેને પણ ભોગવવા પડશે.
ઈરાનને પાછલા બારણેથી મદદ પહોંચાડવાની
આશંકા ઉપર અમેરિકાનાં જાસૂસી વિભાગે મહોર મારી દીધી છે. ટ્રમ્પ આગામી માસે ચીનની યાત્રાએ
જવાનાં છે ત્યારે ઈરાનને ચીનની મદદનાં આ અહેવાલોએ અનેક કૂટનૈતિક સવાલો પેદા કરી દીધાં
છે. અમેરિકાનાં ગુપ્તચર રિપોર્ટમાં એવા પણ ઈશારા કરવામાં આવ્યા છે કે, આ યુદ્ધવિરામનો
ઉપયોગ ઈરાન પોતાનાં શત્રભંડારને ફરીથી મજબૂત કરવા માટે કરી શકે છે. ચીન તરફથી કોઈ ત્રાહિત
દેશોનાં માર્ગે ઈરાનને શત્ર સહાય પહોંચાડવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેને
પગલે ટ્રમ્પે સખત શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જે કોઈપણે ઈરાનને શત્રો ઉપલબ્ધ કરાવ્યા
છે તેમણે પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે.