• સોમવાર, 13 એપ્રિલ, 2026

આયુષ શર્માને એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ ફાઇનલમાં ચીની ખેલાડી શી યૂકી વિરૂધ્ધ હાર

નિંગબો (ચીન) તા.12: ભારતનો 20 વર્ષીય યુવા શટલર આયુષ શેટ્ટીને એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલથી સંતોષ કરવો પડયો છે. આજે રમાયેલા મેન્સ સિંગલ્સ ફાઇનલ મેચમાં ચીનના ખેલાડી શી યૂકી વિરૂધ્ધ આયુષ શેટ્ટીનો 8-21 અને 10-21થી પરાજય થયો હતો. ફાઇનલની હાર છતાં આયુષ ઇતિહાસ રચવામાં સફળ રહ્યો છે.

પાછલા પ9 વર્ષના આ ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ્સ ફાઇનલમાં પહોંચનારો આયુષ શેટ્ટી ફકત બીજો ખેલાડી બન્યો છે. અગાઉ 196પમાં દિનેશ ખન્નાએ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018માં એચએસ પ્રણયે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત માટે આ ટૂર્નામેન્ટમાં પાછલો ચંદ્રક 2023માં આવ્યો હતો ત્યારે મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગ ચેમ્પિયન થયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક