રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ તથા મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
રાજકોટ,
તા.12 : રાજકોટ એઇમ્સનું લોકાર્પણ 25 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારથી સંસ્થા આરોગ્ય શિક્ષણ અને તબીબી સેવાઓનાં ક્ષેત્રમાં
ઝડપથી વિકાસ કરી રહી છે. રાજકોટ એઇમ્સ માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. 13
એપ્રિલે સાંજે 4 વાગ્યે સંસ્થાનો પ્રથમ દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાશે. આ કાર્યક્રમમાં
દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને
પદવી એનાયત કરશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય આરોગ્ય અને
પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ તથા ગુજરાત સરકારના
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ
દીક્ષાંત સમારોહમાં રાજકોટ એઇમ્સની પ્રથમ બેચના અંદાજે 50 વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ.ની
ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ પૈકી 10 વિદ્યાર્થીએ ઉત્તમ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો
છે. આ પ્રસંગ વિદ્યાર્થીઓ માટે ગૌરવ અને તેમના પરિવાર માટે આનંદનો અવસર બનશે. દીક્ષાંત
સમારોહ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ બપોરે
રાજકોટ હીરાસર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સીધા એઇમ્સ કેમ્પસ
ખાતે જશે. આ દીક્ષાંત સમારોહ રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવનો ક્ષણ ગણાય છે, કારણ
કે આ સંસ્થા દ્વારા પ્રથમ બેચના તબીબો હવે સમાજસેવામાં પ્રવેશ કરવા તૈયાર થઈ રહ્યા
છે.