• મંગળવાર, 09 જૂન, 2026

પરસ્પર સહમતીથી શારીરિક સંબંધ ખરાબ ચરિત્રનું પ્રમાણ નથી

સુપ્રીમ કોર્ટે કરેલી મહત્ત્વની ટિપ્પણી અને સ્પષ્ટતા

નવીદિલ્હી, તા.8 પરસ્પર સહમતીથી બે અવિવાહિત વયસ્કો વચ્ચે બનતા શારીરિક સંબંધ કોઈ વ્યક્તિનાં ખરાબ ચારિત્ર્યનું પ્રમાણ હોઈ શકે નવી તેવી મહત્ત્વની સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવી છે.

ન્યાયધીશ મનમોહન અને મનોજ મિશ્રાની પીઠે ટિપ્પણી તેલંગણ રાજ્ય સ્તરીય પોલીસ ભરતી બોર્ડનાં એક એવા ઉમેદવારની નિયુક્તિનો નિર્દેશ આપતા કરી હતી જેની પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી એક અપરાધિક કેસનાં કારણે રદ કરી નાખવામાં આવી હતી.

ઉમેદવાર ઉપર લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યાનો આરોપ લગોલો હતો. જે કેસ પછી કોર્ટની બહાર સમાધાનથી ઉકેલાઈ ગયો હતો. જો કે ભરતી બોર્ડે આરોપને ધ્યાને રાખીને ખરાબ ચરિત્રનો આધાર આપીને ઉમેદવારની પસંદગીને અટકાવી દીધી હતીજેમાં હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સહમતીથી બે અપરિણીત પુખ્ત વ્યક્તિ વચ્ચે શરીર સંબંધ કોઈ વ્યક્તિનું ચરિત્ર ખરાબ હોવાનો આધાર હોઈ શકે નહીં અને એવું હોવું પણ જોઈએ. એવો કોઈ કાયદો નથી જે સહમતીથી બનેલા સંબંધ રાખવાથી રોકતો હોય.

મામલે પોતાની ભરતી અટક્યા બાદ ઉમેદવારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને આમાં હવે ઉમેદવારને સર્વોચ્ચ અદાલતમાંથી મોટી રાહત મળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક